Only Gujarat News

The Best News of Gujarat, India

Fenta Film Entertainment and Television Association

Fenta Film Entertainment and Television Association દ્વારા માનનીય કલેકટર શ્રી સંદીપ સાંગલે સાહેબ (અમદાવાદ) ને આવેદનપત્ર આપવામાં આવેલ.

14 સપ્ટેમ્બર ના રોજ Fenta Film Entertainment and Television Association દ્વારા માનનીય કલેકટર શ્રી સંદીપ સાંગલે સાહેબ (અમદાવાદ) ને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં બોલિવૂડ માં ચાલતી વિવિધ સમસ્યા તેમજ અભિનેત્રી કંગના રાણાવત પર થયેલ અત્યાચાર અને જોહુકમી ની સામે સુરક્ષા પ્રદાન થાય તદુપરાંત તમામ કલાકાર કસબીઓ ને સુરક્ષા પ્રાપ્ત થાય તે બાબતે નિવેદન કરવામાં આવ્યું છે.

વધું માં Fenta ના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રવક્તા યશરાજ સિંહ બાપુ એ આહવાન કર્યુ છે કે ગુજરાત માં ફિલ્મ ઉદ્યોગ બહેતર બને તેમજ મુંબઇ માં જેમ બોલિવૂડ છે તેવુ જ અહીંયા નવું બોલિવૂડ જેવું ફિલ્મ ઉદ્યોગ બને અને તેમાં Fenta સંગઠન તેમજ સરકારની સપોર્ટિંવ ભૂમિકા બની રહે અને દરેક કલાકાર કસબી ઓને માનસન્માન અને સુરક્ષા પ્રાપ્ત થાય.

ઉપરોક્ત તમામ મુદા સાથે Fenta સંગઠન કલાજગત ને બહેતર બનાવશે.