Only Gujarat News

The Best News of Gujarat, India

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા. સંચાલિત અંબાજી પથિકાશ્રમના નવા બિલ્ડિંગ નો ખાત મુહુર્ત સમારોહ…


અંબાજી પથિકાશ્રમ નવા બિલ્ડિંગ ખાત મુહુર્ત સમારોહ તા. ૦૨/૦૩/૨૦૨૦, સોમવારને સવારે ૯:૩૦ કલાકે ભાગ્યશાળી ખાત મુહુર્ત કર્તા શ્રી બાબુભાઇ કે. પટેલ (ખોરજવાળા) જય સોમનાથ પરિવાર અમદાવાદના વરદ હસ્તે યોજાયો હતો.
આ સમારોહ પ્રસંગે ઉપસ્થિત જય સોમનાથ પરિવાર તથા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ શ્રી મણીભાઈ મમ્મી, દિલીપભાઈ નેતાજી, હોદેદારો, કારોબારી સભ્યો તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા.
ભાગ્યશાળી ખાત મુહુર્ત કર્તા શ્રી બાબુભાઇ કે. પટેલ (ખોરજવાળા) જય સોમનાથ પરિવાર અમદાવાદ દ્વારા મા ઉમિયાના અનન્ય ભક્તિભાવ સાથે આનંદમય વાતાવરણમાં નવિન બિલ્ડિંગના નામકરણ માટે રૂ. ૨૦૧૦૦૦૦૦/- ( બે કરોડ એક લાખ ) નું માતબર દાન જાહેર કરવામાં આવ્યું, સદર દાતાશ્રીએ સોલા વિકાસ તેમજ લક્ષચંડી ઉછામણીમાં પણ મોટું દાન આપેલ છે.
આ પ્રસંગે સંસ્થાનના હોદેદારો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું અને પ્રમુખશ્રીએ તેમના આશીર્વચનમાં કહ્યું કે પાટીદાર સમાજ આવા દાનેશ્વરી દાતાઓ થકી સમાજ ઉજળો છે અને આવી સંસ્થાઓ નિર્માણ પામે છે. અને શ્રી બાબુભાઇ કે. પટેલ (ખોરજવાળા) જય સોમનાથ પરિવાર અમદાવાદ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સાથે સક્રિય રીતે જોડાયા છે.
“મા ઉમિયાના આશિર્વાદ તેમના પરિવાર પર સદેવ રહે એવી પ્રાર્થના”