Only Gujarat News

The Best News of Gujarat, India

વિશ્વ ઉમિયાધામની જવારા યાત્રાનો વર્લ્ડ રેકોર્ડ

વિશ્વઉમિયાધામ ખાતે 11,111 હજાર બહેનો જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો


સમગ્ર અમદાવાદમાંથી ૨૦ હજારથી વધુ બહેનો આ વિશાળ જવારા યાત્રા માં પધાર્યા હતા
વિશ્વ ઉમિયાધામની વિશાળ જવારા યાત્રા 1.5 કિમી લાંબી હતી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા (431 ફૂટ) મા ઉમિયાના મંદિરનો બે દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાયો છે.
અમદાવાદના ૪૮ વિસ્તારોમાંથી આવેલા ૨૦ હજારથી વધુ બહેનો
એ જવાર યાત્રામાં ભાગ લીધો હતો.
જવારા યાત્રા સાથે વિશ્વભરમાં ભ્રમણ કરી આવનાર ભગીરથી મા ગંગાના ૧૦૮ કળશની યાત્રા પણ સાથે જ નિકળી હતી.
: જવારા યાત્રા અને મહિલા સંગઠન કમિટીના ચેરમેન ડૉ. રૂપલબેન પટેલે જણાવેલ હતું જગત જનની મા ઉમિયાઅે ધાર્યા કરતાં વધુ ક્રુપા કરીને અમે ૧૧,૧૧૧ બહેનો આશા રાખી હતી તેના બદલે ૨૦ હજાર બહેનો પધારી.
સવારે ૮ વાગ્યે અયુત આહુતિ મહા યજ્ઞ દ્વારા સમગ્ર વિશ્વઉમિયાધામ સંકુલને શુદ્ધિકરણ કરવામાં આવ્યું
મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચુ મંદિર બને અે પહેલા વિશ્વ ઉમિયાધામ સંકુલને જીવંત રાખવા મા ઉમિયાના ચલ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં મા ઉમિયા સાથે બટુક ભૈરવ અને ગણપતિદાદાની ચલ પ્રાણપ્રતિષ્ઠા કરાઈ.